SEPL launches Skybox in India

સોલ્યુશન એન્ટરપ્રાઈઝ પ્રા. લી. (એસ ઈ પી એલ ) થકી સ્કાયબોક્સ સિક્યોરિટીઝ નો ભારતમાં પ્રવેશ

મુંબઈ, 12મી ડિસેમ્બર 2012:પ્રોએક્ટિવ સિક્યોરિટી મેનેજમેન્ટ સોલ્યુશન્સમાં અગ્રગણ્ય કંપની સ્કાયબોક્સ સિક્યોરિટીએ તેના સ્ટ્રેટેજિક ચેનલ પાર્ટનરના વૈશ્વિક નેટવર્કમાં ઉમેરાની જાહેરાત કરી હતી. આ સંદર્ભ માં સ્કાયબોકસેએસઈપીએલ – સોલ્યુશન્સ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. સાથે ભાગીદારીની જાહેરાતકરી છે. એસઈપીએલ ભારતનાં આઈટી, સિક્યોરિટી, નેટવર્ક અને સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રગણ્ય વેન્ડર અને સર્વિસ પ્રોવાઇડર કંપની છે. એસઈપીએલને વિશ્વસ્તરે નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ, વીમા કંપનીઓ, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્ર સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. આ તમામ ક્ષેત્રોમાં નેટવર્કની જડબેસલાક સિક્યોરિટી, શ્રેષ્ઠત્તમ દેખાવ વગેરે જેવી બાબતોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.

વર્ષ ૨૦૦૯ માં એસઈપીએલ દ્વારા જરૂરીયાતો અંગેનું ખાસ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તે વખતે કંપનીએ કેટલીક જરૂરીયાતોને ઓળખી હતી જેના આધારે અત્યારે તે પ્રકારની ટેકનોલોજીનાં સોલ્યુશન્સ ઉપર કામ કરી રહી છે. એસઈપીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રતીક પટેલે જણાવ્યું હતું કે “ હાલમાંઆઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનેCISOમાટે સૌથી મોટો પડકાર નેટવર્કની વિશ્વસનિયતા સ્થાપવી તથા તેના સંચાલન પાછળ ગાળવા પડતા સમયમાં ઘટાડો કરવાનો છે.સ્કાયબોક્સસાથેની ભાગીદારીથી અમે અમારા ગ્રાહકો ને તેમના નેટવર્ક તથા સિક્યોરીટી ના ફાયરવોલના પ્રશ્નો વધારે સારી રીતે સંચાલન કરી શકે અને ઉકેલી શકે તે માટેના સાધનો પુરા પડીશું.આ થકીરોજીંદા ચેન્જ મેનેજમેન્ટ ઓટોમેશન ,સિક્યોરીટી પાલન નિર્દેશન ,તથા નેટવર્ક પરના જોખમનું સતત નીરીક્ષણ સરળતાથી પાર પાડી શકાશે. તદુપરાંત એસઈપીએલ, આયોજન, વિકાસ, અને જોખમ વિના ટેકનોલોજીને તબદિલ કરવાના ઉપાય તથા સેવાઓ આપશે.”

સ્કાયબોક્સ સિક્યોરિટીના સીઈઓ જિડી કોહેને જણાવ્યું હતું કે “ભારતમાં વેપારનો વિકાસ પૂર ઝડપે થઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વનાં અર્થતંત્ર માટે તે ઉપયોગી છે. તમામ કંપનીઓને ખ્યાલ છે કે સાયબર ગુનાઓને કારણે કેટલું જોખમ વધી રહેલું છે અને તેના કારણે તેમણે કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. અમે જે સોલ્યુશન્સ આપી રહ્યા છીએ તેમાં અમને મદદ કરવા માટે અમે અમારા નવા ભાગીદારોને આવકારીએ છીએ.જેઓ તેમના ગ્રાહકો કેડેટા અને તેમનો વેપાર સલામત રાખવા માગે છે તેમને સેવાઓ પૂરી પાડે છે.”

એસઈપીએલની પહોંચ સમગ્ર ભારતમાં છે. તેનું મુખ્યાલય અમદાવાદમાં છે. તેમજ તેની ઓફિસો મુંબઈ, પૂણે, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદમાં આવેલી છે. એસઈપીએલે અમદાવાદ તેમજ મુંબઈ ખાતે ટેકનોલોજી સોલ્યુશન્સ સેન્ટર્સમાં પણ રોકાણ કર્યું છે.

સ્કાયબોક્સનો પોર્ટફોલિયો કે તેનાં ઉત્પાદનો એસઈપીએલ પાસેથી સોફ્ટવેર લાઇસન્સ, સાધનોનાં રૂપે કે ક્લાઉડ સોલ્યુશન્સ સ્વરૂપે મળી રહેશે. એસઈપીએલ વેચાણ પહેલા અને પછીનું કન્સલટિંગ પણ આપશે. જેથી કરીને સરળ સંચાલનની ખાતરી ગ્રાહકોને મળી રહે.

સ્કાયબોક્સ સિક્યોરિટીના એન્ટરપ્રાઈઝપોર્ટફોલિયોમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે.

·સ્કાયબોક્સ ફાયરવોલ એશ્યોરન્સ (ફાયરવોલ એસેસમેન્ટ, પીસીઆઈ કોમ્પ્લાયન્સ, ચેન્જ મેનેજમેન્ટ, ફાયરવોલ રૂલ સેટ ઓપ્ટિમાઇઝેશન)

·સ્કાયબોક્સ નેટવર્ક એશ્યોરન્સ (નેટવર્ક મોડલિંગ એન્ડ વિઝ્યુલાઇઝેશન, એક્સેસ કોમ્પ્લાયન્સિસ, કનેક્ટિવિટી, ટ્રબલ શૂટિંગ)

·સ્કાયબોક્સ રિસ્ક કન્ટ્રોલ (એટેક મોડલિંગ, રિસ્ક એસેસમેન્ટ, વલ્નારેબિલિટી મેનેજમેન્ટ, પેચ ઓપ્ટિમાઇઝેશન)

·સ્કાયબોક્સ ચેન્જ મેનેજર અને સ્કાયબોક્સ થ્રેટ મેનેજર (ફાયરવોલ ચેન્જિસ અને થ્રેટ ઇન્ટેલિજન્સને સંચાલિત કરતાં વર્કફ્લો સોલ્યુશન્સ)

 

About Solutions Enterprise Pvt. Ltd. (SEPL)

Through a comprehensive range of premium solutions specifically designed to meet the needs of clients, SEPL plan, deploy, optimise and manage complex and critical IT Infrastructures. SEPL has the right people, processes and technology expertise to deliver exceptional service levels and real value. SEPL provides Best-in-class service approach, providing fast incident response and early issue resolution, with 24x7 coverage and support. For more information visit www.sepl.net

 

About Skybox Security, Inc.

Skybox Security, Inc. is the leader in proactive security risk management solutions, providing automated tools that find and prioritize cyber risks such as vulnerabilities, firewall configuration errors, and access compliance issues. Our solutions help IT security personnel continuously monitor security risks that could lead to a data breach or cyber-attack. Organizations in Financial Services, Government, Energy, Defense, Retail, and Telecommunications rely on Skybox Security solutions to reduce risk exposure and achieve compliance. For more information visit www.skyboxsecurity.com